શહેરીજનોની સુરક્ષા માટે વડોદરા પોલીસનો નાઈટ પેટ્રોલિંગ પ્રોજેક્ટ

શહેરીજનોની સુરક્ષા માટે વડોદરા પોલીસનો નાઈટ પેટ્રોલિંગ પ્રોજેક્ટ

શહેરીજનોની સુરક્ષા માટે વડોદરા પોલીસનો નાઈટ પેટ્રોલિંગ પ્રોજેક્ટ

વડોદરા: શહેરના એવા રસ્તાઓ જ્યાં ચોરીની સૌથી વધુ ઘટના બનતી હોય તેવા માર્ગો અને વિસ્તારોને નાઈટ પેટ્રોલિંગ દરમ્યાન છોડી દેવા વડોદરા શહેર પોલીસ માટે અઘરું બની જાય છે.

હવે, પોલીસકર્મીઓ ન કેવળ પોતાના કામના કલાકો માટે નિયમિત થયા છે પરંતુ સાથે સાથે તેઓ પોતાના આપવામાં આવેલા નિયત સમયમાં નિયત સ્થળો પર પેટ્રોલિંગ કરે તે માટે પણ ચોક્ક્સ થઇ ગયા છે.

પોલીસ વિભાગ દ્વારા શહેરની સુરક્ષા માટે સ્વયંસંચાલિત નાઈટ પેટ્રોલિંગ પ્રોજેક્ટ ‘ઈ-બીટ’ની શરૂઆત કરવામાં આવી છે.

આ અંગે માહિતી આપતા પોલીસ કમિશનર મનોજ શશીધરે જણાવ્યું હતું કે પેટ્રોલિંગ પોઈન્ટ્સ સહિતના સમગ્ર માર્ગ પર જ્યાં જ્યાં પોલીસ ટીમે અક્ષાંશ રેખાંશ દર્શાવતા નકશા પર પોતાનું રજીસ્ટ્રેશન કરાવવાનું હોય છે. ટીમ અને તેમની ગતિવિધિઓ પર ઓનલાઈન દેખરેખ રાખવામાં આવે છે. હવે આ તમામ સીસ્ટમ હવે શરૂ કરી દેવામાં આવી છે.

તેમને વધુમાં જણાવ્યું હતું કે પોલીસ વિભાગ દ્વારા શહેરભરના અનેક પોઈન્ટ્સ પર એટેન્ડન્સ પ્લેટસ મુકવામાં આવી છે.

પેટ્રોલિંગ ટીમના સભ્યોએ આ પ્લેટસ પર પોતાના મોબાઈલ ફોન્સ સ્કેન કરવાના હોય છે. તેઓ ચોક્કસ નિયત સમય સાથે હાજરી પુરાશે. એક પોઈન્ટથી બીજા પોઈન્ટ પર જવા માટે નો સમય સિસ્ટમમાં નિયત કરવામાં આવ્યો છે.

જયારે પેટ્રોલિંગ ટીમ એક પોઈન્ટ પર પહોંચી રજીસ્ટર થશે ત્યારે ટીમના સભ્યોને એક મેસેજ મળી જશે કે આગળના પોઈન્ટ પર તેમણે હવે કેટલા સમયમાં પહોંચવાનું છે.

જો કોઈ ટીમ નિયત સમયમાં નિયત પોઈન્ટ પર પહોંચવામાં મોદી પડે છે તો તે ટીમે વિભાગ સમક્ષ મોડા પાડવા પાછળનું કારણ સ્પષ્ટ કરવું પડશે.

વડોદરા પોલીસ દ્વારા રાત્રી દરમ્યાન થતી ચોરી અને લૂંટ ના બનાવોને પગલે નાઈટ પેટ્રોલિંગ વધુ સઘન બનાવવાના ભાગ રૂપે આ સીસ્ટમ અપનાવવામાં આવી છે.