તેલંગાણા વિધાનસભાની ચૂંટણીમાં 11 વાગ્યા સુધીમાં નોંધાયું 23.4 ટકા મતદાન

તેલંગાણા વિધાનસભાની ચૂંટણીમાં 11 વાગ્યા સુધીમાં નોંધાયું 23.4 ટકા મતદાન
Telangana Election 2018 Live Updates

તેલંગાણા વિધાનસભાની ચૂંટણીમાં 11 વાગ્યા સુધીમાં નોંધાયું 23.4 ટકા મતદાન

તેલંગાણામાં 5 રાજ્યો સાથે વિધાનસભાની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે. આજે તેલંગાણા વિધાનસભાની 119 બેઠકો માટે 2.80 કરોડ નોંધાયેલા મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. મતદાન સવારે 7 વાગ્યે શરૂ થઈ ગયું છે. જે સાંજે 5 વાગ્યા સુધી ચાલશે. નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં 13 બેઠકો માટે મતદાન સાંજે 4 વાગ્યા સુધી જ ચાલશે. રાજ્યમાં 1,821 ઉમેદવારો ચૂંટણીમાં પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. રાજ્યમાં 1.50 લાખ કરતાં વધુ ચૂંટણી અધિકારીઓ પોત-પોતાના મતદાન મથક પર પહોંચી ગયા છે. ચૂંટણી સુરક્ષા વ્યવસ્થા માટે 1 લાખ પોલીસ કર્મચારીઓ, 25,000 કેન્દ્રીય અર્ધળશ્કરી દળના જવાન અને 20,000 અન્ય રાજ્યોનાં જવાનોને ચૂંટણી ડ્યુટીમાં તૈનાત કરવામાં આવ્યા છે.

લાઈવ અપડેટ્સ…

– ડે સીએમ કાડિયાયન શ્રીહરિએ વારંગલમાં મતદાન કર્યું.
– તેલંગણા LIVE: સવારે 9.30 વાગ્યા સુધીમાં નોંધાયું 10.15 ટકા મતદાન
– દક્ષિણ ભારતના સુપરસ્ટાર અલ્લુ અર્જુન પણ સવાર સવારમાં મતદાન કરવા પહોંચ્યો હતો. અર્જૂનને જોઈને ચાહકોનો જમાવડો થઈ ગયો. નાગાર્જૂન પણ મતદાન કરવા પહોંચ્યો હતો.
– ભાજપના નેતા જી.કિશન રેડ્ડીએ કચિગુડાએ હૈદરાબાદમાં બુથ સંખ્યા 7 પર મતદાન કર્યું.
– અમબરપેટમાં જીએચએમસી ઈન્ડોર સ્ટેડિયમમાં બનાવવામાં આવેલા મતદાન કેન્દ્ર પર એક ટેક્નિકલ ખામીના કારણે મતદાન પ્રક્રિયા પ્રભાવિત થઈ.
-રાજ્યના સિંચાઈ મંત્રી ટી હરીશ રાવે સિદ્ધીપેટ વિધાનસભા વિસ્તારમાં પોલિંગ બૂથ પર નંબર 102 પર મતદાન કર્યું.
– તેલંગણામાં સવારથી જ લોકોએ મતદાન કેન્દ્રો પર મતદાન માટે લાઈનો લગાવી, મહિલાઓ પણ મોટી સંખ્યામાં મતદાન માટે પહોંચી.

તેલંગાણામાં આમ તો આગામી ચૂંટણી લોકસભાની ચૂંટણી સાથે જ આવતી હતી, પરંતુ રાજ્યના મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવ દ્વારા 6 સપ્ટેમ્બર, 2018ના રોજ વિધાનસભા વહેલા ભંગ કરી દેવાના કારણે અત્યારે ચૂંટણી યોજવી પડી રહી છે. રાજ્યમાં કોંગ્રેસ, ભાજપ અને સ્થાનિક પક્ષ તેલંગાણા રાષ્ટ્ર સમિતિ વચ્ચે ત્રિપાંખિયો જંગ છે. કોંગ્રેસ અહીં સ્થાનીક પક્ષ પ્રજાકુટમી અને તેલુગુ દેશમ પાર્ટી સાથે ગઠબંધન બનાવીને ચૂંટણી લડી રહી છે. ભાજપ અને ટીઆરએસ એકલા હાથે ચૂંટણી લડી રહી છે.
રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી રજત કુમાર રાવે પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, “રાજ્યમાં 446 ફ્લાઈંગ સ્ક્વોડ બનાવાઈ છે. 448 સર્વેલન્સ ટીમ પણ સમગ્ર પરિસ્થિતિ પર નજર રાખશે. જેમાંથી 224 વીડિયો સર્વેલન્સ ટીમ છે, જ્યારે 133 વીડિયો પર નજર રાખતી ટીમ સતત કાર્યરત રહેશે. રાજ્યમાં સૌ પ્રથમ વખત વોટર્સ વેરિફાયેબલ પેપર ઓડિટ ટ્રાયલ (VVPAT) મશીનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.”

તેલંગાણા રાજ્યનું ચૂંટણી સમીકરણ
વર્ષ 2014 વિધાનસભા ચૂંટણી પરિણામ
કુલ વિધાનસભા બેઠકઃ 119+1
(1 બેઠક નામાંકિત સભ્ય માટે છે)
પક્ષ સીટ
TRS 90
કોંગ્રેસ 13
AIMIM 07
ભાજપ 05
TDP 03
CPIM 01