પોસ્ટમેનને આશ્ચર્ય થયુ કારણ આજ પહેલા ગામમાં કોઈનો પાસપોર્ટ આવ્યો જ ન્હોતો

પોસ્ટમેનને આશ્ચર્ય થયુ કારણ આજ પહેલા ગામમાં કોઈનો પાસપોર્ટ આવ્યો જ ન્હોતો

પોસ્ટમેનને આશ્ચર્ય થયુ કારણ આજ પહેલા ગામમાં કોઈનો પાસપોર્ટ આવ્યો જ ન્હોતો

અમદાવાદ

આવુ ગામડામાં થાય તેવુ નથી, પણ અમદાવાદની અંદર જ આવેલા થલતેજ ગામમાં પોસ્ટમેનને આશ્ચર્ય થયુ હતું કારણ તેની પાસે જે વસ્તીની ટપાલ આવતી હતી, તેમાં આજ સુધી કોઈના ઘરે પાસપોર્ટ આવ્યો જ ન્હોતો, પણ હવે એક પછી એક પાસપોર્ટ આવી રહ્યા હતા, અને જેમના પાસપોર્ટ આવી રહ્યા હતા, તે બધા જ સરકારી શાળામાં ભણતા બાળકોના હતા, જે બાળકો કોઈ દિવસ સારી લકઝરી બસમાં બેઠા નથી તે બાળકો હવે સ્વીડનમાં ફુટબોલ રમવા જઈ રહ્યા છે. આ ઘટનાની શરૂઆત આમ તો 2015માં થઈ હતી, અમદાવાદને થલતેજ-જોધપુરની સરકારી શાળામાં રમતા બાળકો પણ વિશ્વકક્ષાનું ફુટબોલ રમે તેવુ આયોજન થયુ હતું.

સરકારી શાળામાં ભણતા બાળકો કેવી રીતે ફુટબોલ રમવા લાગ્યા તેની વાત કરતા કહાની સ્પોર્ટસના ડૉ મનિષા કહે છે આ શાળાના બાળકો સરખી રીતે દોડી પણ શકતા ન્હોતા, છતાં તેમાંથી 30-30ની સંખ્યામાં છોકરાઓ છોકરીઓની પસંદ કરવામાં આવી આ બધા ધોરણ 6માં ત્યારે અભ્યાસ કરતા હતા, આ બાળકો 2018માં સ્વીડનમાં સ્કુલના બાળકોની રમાનારી આંતર રાષ્ટ્રીય કક્ષાની ફુટબોલ ટુર્નામેન્ટ માટે તૈયાર કરવામાં આવી રહ્યા હતા,, આ બાળકોને તૈયાર કરવા અને સ્વીડન સુધી જવાની તમામ વ્યવસ્થા એસકેએફ બેરીંગ કંપની દ્વારા કરવામાં આવી છે.

જયારે આ બાળકો સ્વીડન રમવા જવાના છે તેવી તેમના પરિવારને ખબર પડી ત્યારે એક પિતા શિક્ષકને પુછવા આવ્યા હતા કે બસમાં સ્વીડન પહોંચતા કેટલા કલાક લાગશે, આમ સાવ સામાન્ય પરિવારના આ બાળકો છે. સરકારી શાળાના શિક્ષક મહેશ ઠક્કરને મહેનત પણ દાદ માગે તેવી છે હમણાં સુધી આ બાળકો સરકારી શાળામાં ભણતા હતા પણ હવે નવમાં ધોરણમાં આવેલા બાળકો નજીકના વિશ્વભારતી નામની ખાનગી શાળામાં દાખલ થયા હતા, શિક્ષક મહેશભાઈને ખબર પડી કે ફુટબોલ રમતી એક વિધ્યાર્થીને સ્કુલમાં આવી રહી નથી

કારણ તેના પિતા પાસે નોકરી નહીં હોવાને કારણે ફિ ભરી શકાય તેમ નથી, મહેશાભઈએ મીત્રોને કહી તેના પિતાને ડ્રાઈવરની નોકરી અપાવી અને તે વિધ્યાર્થીને સ્કુલમાં પણ આવવા લાગી અને ફુટબોલ પણ રમે છે, જયારે પાસપોર્ટ કઢાવવાનો સમય આવ્યો ત્યારે ખબર પડી કે એક વિધ્યાર્થીના માતા પિતા અલગ રહે છે, મહેશભાઈ તેમના ઘરે ગયા અને દિકરા ખાતર સાથે રહેવાનું કહી વિધ્યાર્થીનો પાસપોર્ટ કઢાવ્યો હતો.. કોઈ પણ વ્યવસાઈક ફુટબોલ પ્લેયરની જેમ ફુટબોલ રમતા આ બાળકોને લેવા માટે હવે ખાનગી શાળાઓ પડાપડી કરી રહી છે.

સ્વીડન જવામાં 10 વિધ્યાર્થીનીઓ અને 2 વિધ્યાર્થીઓનો સમાવેશ થાય છે. અમદાવાદના બે વિધ્યાર્થીઓ પુનાની આ પ્રકારની એક શાળાની ટીમના સભ્યો હશે, આ તમામ બાળકો તા 10મી જુલાઈના રોજ પુના જશે અને ત્યાંથી સ્વીડન પહોંચશે 15થી22 તારીખ વચ્ચે રમાનારી ફુટબોલ ટુર્મામેન્ટમાં તેઓ પોતાનું પ્રદર્શન બતાડે છે. સ્વીડન જનાર દિકરીઓમાં રોશની નાયક, માયા રબારી, મહિયા ચૌહાણ, ખુશ્બુ સરોજ, સપના પાસી, અંજલી સરોજ, સાક્ષી દંતાણી, સુનિતા રાવલ, અંજલી રાણા, અને સોનલ પટેલનો સમાવેશ થાય છે જયારે વિધ્યાર્થીમાં દિપ પ્રજાપતિ અને મયુર દંતાણીનો સમાવેશ થાય છે.