થાઈલેન્ડની ફૂટબોલ ટીમ એક સપ્તાહથી ગુફામાં ફસાઈ, મોત સામે જંગ

થાઈલેન્ડની ફૂટબોલ ટીમ એક સપ્તાહથી ગુફામાં ફસાઈ, મોત સામે જંગ
thailand

થાઈલેન્ડની ફૂટબોલ ટીમ એક સપ્તાહથી ગુફામાં ફસાઈ, મોત સામે જંગ

 

ઉત્તર થાઈલેન્ડમાં ગોતાખોર પુરગ્રસ્ત એ ગુફાની અંદર આગળ વધી રહ્યા છે કે જ્યાં ૧૨ ફૂટબોલ ખેલાડી અને તેમના એક કોચ એક અઠવાડિયાથી ફસાયા છે. થાઈલેન્ડની નૌસેનાએ એક ફેસબુક પોસ્ટમા જણાવ્યુ કે ગત રાત્રે ગોતાખોરો એ વળાંક પાસે પહોંચી ગયા છે જ્યાં એક કિલોમીટર લાંબો માર્ગ બે દિશાઓમાં ફંટાય છે.
૧૧થી ૧૬ વર્ષની ઉમરના ખેલાડીઓ અને ૨૫ વર્ષીય કોચ ૨૩ જૂને ચિઆંગ રાય પ્રાતની થામ લુઆંગ નાંગ નોન ગુફામાં પ્રવેશ્યા હતા. એવુ માનવામાં આવી રહ્યુ છે કે ભારે વરસાદને કારણે ગુફાના મુખ્યમાર્ગ પાસે પુર જેવી સ્થિતિ થતા ફૂટબોલ ખેલાડીઓ તેમાં ફસાઈ ગયા છે. ગોતાખોરોને દોરડા અને વધારાના ઓક્સિજન સિલિન્ડર અપાયા છે અને તેઓ ગુફામાં જમીન માર્ગ તરફ આગળ વધી રહ્યા છે કે જ્યાં ૧૩ લોકો ફસાયા હોવાની શક્યતા છે.
આ છે આ બાળકોની ટીમ જેઓ એત સપ્તાહથી ગુફામા છે. જેમને બચાવવા માટે થાઈલેન્ડ સરકાર આકાશ-પાતાળ એક કરી રહી છે. છેલ્લાં એક સપ્તાહથી રેસ્કયું ઓપરેશન ચાલી રહ્યાં છે. જેઓ જીવતા હોવાની આશા ઓછી હોવા છતાં સરકાર કોઈ પણ પ્રકારનું રિસ્ક લેવા માગતી નથી. લાખો લોકો તેમના જીવતા હોવાની આશામાં પ્રાર્થનાઓ કરી રહ્યાં છે.
દેશની બેસ્ટ ટીમ આ બાળકોને બચાવવા માટે પ્રયત્નો કરી રહી છે પણ આ એરિયામાં બારે વરસાદ વિલન બની રહ્યો છે. ગુફામાંથી સતત પાણી આવી રહ્યું હોવાથી બચાવકર્મીઓ અંદર જઈ શકતા નથી. સતત પાણી કઢાઈ રહ્યું છે. થાઈલેન્ડની આ ફૂટબોલ ટીમ માટે લોકો આશ લગાવીને બેઠા છે. તેમના પરિવારજનો માથે તો આભ તૂટી પડ્યું છે. રોજ હજારો લોકો આ ગુફાની બહાર એકઠા થાય છે. આજે એક સપ્તાહનો સમય વિત્યો પણ તેમના કોઈ સમાચાર નથી. ફક્ત તેમની સાયકલો બહાર જોવા મળી હતી. ત્યારથી સરકાર રેસ્ક્યું ઓપરેશન ચલાવી રહી છે.