અરવલ્લી જીલ્લાની 6 ગ્રામપંચાયતની ચૂંટણીમાં શાંતિપૂર્ણ રીતે મતદાન

અરવલ્લી જીલ્લાની 6 ગ્રામપંચાયતની ચૂંટણીમાં શાંતિપૂર્ણ રીતે મતદાન

અરવલ્લી જીલ્લાની 6 ગ્રામપંચાયતની ચૂંટણીમાં શાંતિપૂર્ણ રીતે મતદાન

અરવલ્લી : સમગ્ર ગુજરાતમાં આજે મુદત પૂર્ણ  થયેલ ગ્રામપંચાયતની ચુંટણી યોજાઈ હતી. ત્યારે અરવલ્લી જીલ્લામાં મુદત પૂર્ણ થયેલ 10 ગ્રામપંચાયતો હતી, જેમાં 4 સમરસ થઈ  જતા 6 ગ્રામ પંચાયતોના સરપંચ અને સભ્યોની ચૂંટણી યોજાઈ હતી.

મોડાસા તાલુકાના માથાસુલિયા ગામમાં સવારથીજ મતદારોએ ભારે ઉત્સાહ સાથે મતદાન કર્યું હતું. મતદાન મથક પર કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. મતદારોએ ગામનો વિકાસ કરી શકે તેવા સરપંચ ચૂંટાઈ તેવી આશા સાથે મતદાન કર્યું હતું.