કચ્છમાં ઠંડીના પ્રમાણમાં સતત વધારો થાય તેવી શકયતા

કચ્છમાં ઠંડીના પ્રમાણમાં સતત વધારો થાય તેવી શકયતા
cold wave in Kutch

કચ્છમાં ઠંડીના પ્રમાણમાં સતત વધારો થાય તેવી શકયતા

કચ્છમાં ઠંડીનું જોર વધ્યું છે. આગામી ત્રણેક દિવસમાં ઠંડીના પ્રમાણમાં સતત વધારો થશે તેવી શકયતા છે અને જો આ અનુમાન મુજબ હવામાન જોવા મળે તો બે-ત્રણ દિવસમાં જ નલિયા, ભુજ સહિત કચ્છના અનેક વિસ્તારોમાં લઘુત્તમ તાપમાનનો પારો શિયાળાની ચાલુ સીઝનમાં પ્રથમ વખત સિંગલ ડિઝિટમાં આવી જશે. આજે કચ્છમાં નલિયા ખાતે લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી, કંડલામાં 14.7 અને ડિસામાં 14.8 ડિગ્રી નાેંધાયું છે.

હવામાન ખાતાના જણાવ્યા મુજબ આજે સવારે રાજકોટમાં લઘુત્તમ તાપમાન 16.5, ભાવનગરમાં 17.4, પોરબંદરમાં 18.7, વેરાવળમાં 20.4, દ્વારકામાં 19.2, આેખામાં 14.8, ભુજમાં 16.7, સુરેન્દ્રનગરમાં 18, અમરેલીમાં 16.7, મહુવામાં 16.9 ડિગ્રી નાેંધાયું છે.

રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અનેક શહેરોમાં સવારથી જ આકાશમાં આછા વાદળો જોવા મળે છે. જ્યારે આજે સવારે દરિયાકાંઠાના વિસ્તારોમાં ભેજનું પ્રમાણ એકાએક વધી ગયું હતુ. આેખામાં 90, મહુવામાં 84, ભાવનગરમાં 77, વેરાવળમાં 72, દ્વારકામાં 65, નલિયામાં 75 ટકા ભેજ નાેંધાયો છે.