Chhatisgadh: સુકમા નક્સલી હુમલામાં શહીદ સીઆરપીએફ જવાનોને રાયપુરમાં અપાશે શ્રદ્ધાંજલિ

Chhatisgadh: સુકમા નક્સલી હુમલામાં શહીદ સીઆરપીએફ જવાનોને રાયપુરમાં અપાશે શ્રદ્ધાંજલિ
Chhatisgadh Naxal Attack

Chhatisgadh: સુકમા નક્સલી હુમલામાં શહીદ સીઆરપીએફ જવાનોને રાયપુરમાં અપાશે શ્રદ્ધાંજલિ

રાયપુર: આજે Chhatisgadh ની રાજધાની રાયપુરમાં નક્સલી હુમલામાં 9 જવાનો શહીદ થયા છે. જેમને આજે રાયપુરમાં શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. બાદમાં તેમના પાર્થિવદેહને તેમના ઘરે રવાના કરવામાં આવશે. દેશના સુરક્ષા દળો પર ગઈકાલે થયેં નક્સલી હુમલામાં 9 સીઆરપીએફ જવાનો શહીદ થયા હતા.

આ હુમલો Chhatisgadhના સુકમા જિલ્લાના કિસ્ટરામ વિસ્તારમાં થયો હતો. અહી નક્સલીઓએ લેન્ડમાઈન્સ પાથરી રાખી હતી. જેના પરથી પસાર થતા સીઆરપીએફની ગાડીના ફુરચા ઉડી ગયા હતા. આ હુમલો એટલો ભયંકર હતો કે માઈન્સને કારણે ગાડીમાં સવાર સીઆરપીએફના 9 જવાન શહીદ થઇ ગયા હતા.

Chhatisgadhના મુખ્યપ્રધાન રમનસિંહએ સુકમા નક્સલી હુમલાની નિંદા કરતા નક્સલીઓના આ કૃત્યને કાયરતાપૂર્ણ ગણાવ્યો. અને જવાનોના મોત પર દુઃખ વ્યક્ત કર્યું હતું.

તો વધુમાં તેમને જણાવ્યું હતું કે સુકમા જેવા આદિવાસી બહુમતી ધરાવતા જિલ્લામાં રાજ્ય સરકાર તરફથી જનતાની સુવિધા માટે રસ્તા, વીજળી, પાણી, શિક્ષણ, સ્વાસ્થ્ય જેવા સેવાઓના ક્ષેત્રમાં શક્ય તમામ નિર્માણ અને વિકાસ કાર્યો કરવામાં આવી રહ્યા છે. જેને કારણે આ જિલ્લાઓની તસ્વીર જ બદલાઈ જશે અને નક્સલીઓનું અસ્તિત્વ સંકટમાં છે. આ વાત થી ડરીને નક્સલીઓ વિકાસ કાર્યોમાં બાધક બનવા માટે આ પ્રકારના કાયરતાપૂર્ણ હુમલા કરવામાં આવી રહ્યા છે. આ નક્સલીઓની જન-વિરોધી અને વિકાસ વિરોધી હિંસક માનસિકતાનું પ્રમાણ છે.