ઉમરેઠ જીઆઈડીસીનો વિકાસ કરવા ધારાસભ્યની રજૂવાત

ઉમરેઠ જીઆઈડીસીનો વિકાસ કરવા ધારાસભ્યની રજૂવાત

ઉમરેઠ જીઆઈડીસીનો વિકાસ કરવા ધારાસભ્યની રજૂવાત

આણંદ: આણંદ જિલ્લાના ઉમેરેઠમાં જીઆઇડીસીનો વિકાસ કરવા માટે ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલને રજૂઆત કરી હતી.

ઉમરેઠ તાલુકો હોવા છતા તાલુકા કક્ષાને છાજે તેવા ઉદ્યોગો ની ઉમરેઠમાં કમી છે. ઉમરેઠમાં જી.આઈ.ડી.સીના નામે માત્ર લાકડાના બેન્સા અને ગણ્યા ગાઠ્યા ઉદ્યોગો છે. જેને કારણે ઉમરેઠમાં યુવાનોને રોજગારીની તકો મળતી નથી અને રોજગાર માટે દૂર દૂર સુધીના ગામોમાં જવાની ફરજ પડે છે. જેને કારણે ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારે ઉમરેઠ પંથકમાં જી.આઈ.ડી.સીમાં નવા ઉદ્યોગ કાર્યરત કરવા નિતિનભાઈ પટેલને રજૂવાત કરી હતી.

પોતાની રજૂઆતમાં તેઓએ જણાવ્યું હતુ કે, ઉમરેઠમાં ઉધોગ ધંધા વ્યવસ્થીત ન હોવાને કારણે વિસ્તારનો વિકાસ ઘણો ઓછો થયો છે અને બેકારી મુખ્ય પ્રશ્ન છે જેથી ઉમરેઠમાં જી.આઈ.ડી.સીમાં ઉધોગો આવે તો સ્થાનિક ગ્રામ્ય વિસ્તારના યુવાનોને રોજગારી મળે તેમ છે. જેથી સદર બાબતે ઘટતુ કરવા તેઓએ રજૂઆત કરી હતી.