વડોદરા કથિત ગેંગરેપ મામલે નવો વળાંક, યુવતીએ માર પલટી

વડોદરા કથિત ગેંગરેપ મામલે નવો વળાંક, યુવતીએ માર પલટી
Vadodara Gang Rape turned into loot case, victim turn from statement

વડોદરા કથિત ગેંગરેપ મામલે નવો વળાંક, યુવતીએ માર પલટી

વડોદરા શહેરના નવલખી મેદાન ખાતે બોયફ્રેન્ડ સાથે બર્થ ડેની ઉજવણી કરી રહેલી યુવતી સાથે થયેલા Gang Rape મામલે નવો વળાંક આવ્યો છે. યુવતીએ અને તેના પરિવારે પોતાના નિવેદન પરથી પલટી મારી છે.

મળતી માહિતી મુજબ, યુવતીએ આક્ષેપ લગાવ્યો હતો કે પ્રેમી સાથે જન્મદિવસની ઉજવણી કરતી વખતે કેટલાંક અજાણ્યા શખ્સો દ્વારા તેના પ્રેમીને માર મારી તેની પર ગેંગરેપ આચરવામાં આવ્યો હતો.

હવે આ મામલે નવો વળાંક આવ્યો છે. યુવતીના પરિવારજનોએ પોલીસ પૂછપરછમાં યુવતી સાથે ગેંગરેપ થયાનું નકાર્યું છે. જેને લેઈને સમગ્ર મામલો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.

ઘટના મુજબ, યુવતી પોતાના જન્મદિવસે વડોદરાના નવલખી મેદાન ખાતે પોતાના પ્રેમી સાથે ઉજવણી કરી રહી હતી. દરમ્યાન કેટલાંક અજાણ્યા શખ્સોએ આવી પોતે સિક્યોરીટીના માણસો હોવાની ધોંસ જમાવી યુવકને માર મારી સોના ચાંદીની વીંટી અને 2 મોબાઈલ મળી કુલ 16 હજારની લૂંટ ચલાવી હતી. બનાવને પગલે હવે રાવપુરા પોલીસે લૂંટનો ગુનો નોંધી તપાસ આગળ વધારી છે.

જોકે સમગ્ર મામલે જ્યાં પહેલા યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવવાનો ઇનકાર કરી દીધો હતો ત્યાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ મામલાની તપાસ કરવા જાતે મેદાનમાં આવ્યા હતા અને યુવતી અને તેના પ્રેમી સહીત પરિવારજનોને બોલાવી પૂછપરછ કરતા સમગ્ર મામલે નવો વળાંક આવ્યો હતો. જ્યાં પહેલા યુવતીએ પોતાના પર ગેંગરેપ થયાની વાત કરી હતી ત્યાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ સામે યુવતી અને તેના પરિવારે ગેન્ગરેપની વાત નકારી હતી.