Kathua Rape Case ની તપાસ જમ્મુ બહાર કરવા પીડિત પરિવારની માંગ

Kathua Rape Case ની તપાસ જમ્મુ બહાર કરવા પીડિત પરિવારની માંગ
Victim family demand to transfer Kathua Rape Case to Chandigarh

Kathua Rape Case ની તપાસ જમ્મુ બહાર કરવા પીડિત પરિવારની માંગ

Kathua Rape Case માં જ્યાં એક તરફ પીડિત પરિવારે કેસની સુનાવણી ચંડીગઢ ટ્રાન્સફર કરવા અરજી કરી છે તો બીજી તરફ આરોપી પરિવારે કેસમાં સીબીઆઈ તપાસની માંગ કરી છે.

Kathua Rape Case ની તપાસ જમ્મુ બહાર કરવા પીડિત પરિવારની માંગ

નવી દિલ્હી: Kathua Rape Case માં 8 વર્ષની બાળકીની હત્યાના આઠ આરોપીઓ સામે સોમવારથી કેસ શરૂ થશે. તો પીડિત પરિવાર દ્વારા આ કેસની સુનાવણી જમ્મુ કાશ્મીરથી બહાર કરવામાં આવે તેવી અરજી કરવામાં આવી હતી. આ અંગે આજે 2 વાગે કોર્ટમાં સુનાવણી થશે.

આ મામલાને લઈને CJM કોર્ટમાં પણ સુનાવણી થવાની હતી. પરંતુ, ડિસ્ટ્રિકટ કોર્ટે સુનાવણી દરમિયાન 28 એપ્રિલની તારીખ આપી દીધી છે. તો કેસના એક આરોપીએ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં થયેલી સુનાવણી બાદ કહ્યું કે નાર્કો ટેસ્ટ બાદ બધું જ સ્પષ્ટ થઈ જશે.

બીજી તરફ પીડત બાળકીના પરિવારજનો તરફથી લડી રહેલી વકીલ દીપિકા રાજાવતે પણ ધમકીઓ મળ્યાનો આરોપ લગાવતા જણાવ્યું હતું કે તેમને નથી ખબર કે તેઓ ક્યાં સુધી જીવતા રહેશે. તેમણે પોતાની સાથે પણ દુષ્કર્મ થઇ શકવાની અને હત્યા થવાની આશંકા વર્તાવી હતી.

પીડિતાના પરિવારે જમ્મુમાં કેસની સુનાવણી યોગ્ય નહિ થવાની શંકા વ્યક્ત કરતા કેસને ચંડીગઢ ટ્રાન્સફર કરવા અરજી કરી છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે જ્યાં સુધી કેસ રાજ્ય બહાર ટ્રાંસફર ન થાય ત્યાં સુધી તેની તપાસ આગળ ન વધે.

વધુમાં તેમણે અરજીમાં ઉલ્લેખ્યું છે કે નેતાઓને સગીર વયના આરોપીને મળવાની અનુમતિ ન આપવામાં આવે તેમજ તપાસ અંગેનો પ્રગતિ રિપોર્ટ સુપ્રીમ કોર્ટની સામે રાખવામાં આવે તેવી પણ માંગ કરી છે.

પીડિત પરિવારના વકીલ રાજાવતે આગળ કહ્યું કે, બાર એસોસિયેશનના વકીલે મને એકલી પાડી દીધી છે. કોર્ટમાં પ્રેક્ટિસ કરવાથી પણ મને રોકવામાં આવી રહી છે. મને નથી ખબર કે આગળ શું થશે. મુસ્લિમ છોકરી માટે ઈન્સાફની લડાઈ લડતી હોવાથી મને હિન્દુ વિરોધી કહેવામાં આવી રહી છે. મને સમાજમાંથી બહાર કાઢવાની વાતો પણ કરવામાં આવી રહી છે. તો વકીલે કહ્યું કે તેઓ સોમવારે સુપ્રીમ કોર્ટને જણાવશે કે તેને જીવનું જોખમ છે.

બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (બીસીઆઈ) એ કહ્યું છે કે, વકીલો સાથે જોડાયેલા વિવાદની તપાસ માટે કાઉન્સિલની એક પેનલ બનાવવામાં આવી છે. જમ્મુ-કાશ્મીર બાર એસોસિયેશનના વકીલો પર આરોપીઓને સપોર્ટ કરવાનો આરોપ છે. તેમણે 10 એપ્રિલે પોલીસને ચાર્જશીટ રજૂ કરતા રોક્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે આઠ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ અને હત્યાના આરોપીમાં એક સગીર પણ સામેલ છે. SIT એ તેમના વિરુદ્ધ અલગ ચાર્જશીટ દાખલ કરી છે. નિયમો અંતર્ગત કઠુઆના ચીફ જ્યૂડિશિયલ મેજિસ્ટ્રેટના સાત આરોપીઓ સામે દાખલ કરવામાં આવેલી ચાર્જશીટ સેશન્સ કોર્ટને મોકલવામાં આવશે. જ્યારે સગીર વિરુદ્ધ તેજ કોર્ટમાં સુનાવણી કરવામાં આવશે.

તો બીજી તરફ, કઠુઆ કાંડના મુખ્ય આરોપી સાંઝી રામના પરિવારે આ કેસમાં સીબીઆઈ તપાસની માંગ કરી છે. તેમણે વધુમાં કહ્યું છે કે જો સીબીઆઈની તપાસમાં સાંઝી રામ દોષિત સાબીત થાય તો તેને અને તેના દીકરાને જાહેરમાં ફાંસી આપી દેવી જોઈએ.