વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીના સરકારી બંગલામાં ઝેરી સાપ નીકળ્યો જુઓ વિડિયો

વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીના સરકારી બંગલામાં ઝેરી સાપ નીકળ્યો જુઓ વિડિયો
pareshdhanani

વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીના સરકારી બંગલામાં ઝેરી સાપ નીકળ્યો જુઓ વિડિયો

ગાંધીનગર

ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી સરકારી બંગલામાં રસેલવાઇપર નામનો ઝેરી સાપ નીકળતા દોડધામ મચી જવા પામી હતી જોકે આ અંગે ખબર પડતા તેમણે રસેલવાઇપર ઉપર કાબુ મેળવી લીધો હતો ત્યારબાદ જીવ દયા સંસ્થાના કાર્યકરો સાથે સાપની નિર્જન જગ્યા ઉપર છોડી દેવામાં આવ્યો હતો.

પરેશ ધાનાણી વિરોધ પક્ષના નેતા થયા પછી તેમને સરકારી બંગલો ફાળવવામાં આવ્યો હતો જોકે ઘણા મહિનાઓ બાદ તેમણે સરકારી બંગલામાં જવાનો નિર્ણય કર્યો હતો તેઓ સરકારી બંગલામાં રહેવા જાય ત્યારે તેમના કાર્યકરો અને ધારાસભ્યોને જમવા બોલાવવાનો તેમણે નિર્ણય કર્યો હતો.

એક તરફ ભોજન સમારંભની તૈયારીઓ ચાલી રહી હતી ત્યારે અચાનક રસેલવાઇપર જોવા મળ્યો હતો અત્યંત ઝેરી સાપ ની કક્ષામાં આવતો આ સાપ બંગલામાં જવા પામી હતી જોકે લોકોની બૂમાબૂમ સાંભળી બહાર આવેલા પરેશ ધાનાણી તુરંત આ સાપને પકડી લીધો હતો આ અંગે પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું હતું કે તેમણે આ પ્રકારના ઝેરી સાપ પકડવાની તાલીમ લીધેલી છે જુવો વિડિયો