પાણીની કટોકટી વચ્ચે અમદાવાદના ૨૧૪ વિસ્તારના લોકો પ્રદૂષિત પાણી પીવા મજબૂર

પાણીની કટોકટી વચ્ચે અમદાવાદના ૨૧૪ વિસ્તારના લોકો પ્રદૂષિત પાણી પીવા મજબૂર

પાણીની કટોકટી વચ્ચે અમદાવાદના ૨૧૪ વિસ્તારના લોકો પ્રદૂષિત પાણી પીવા મજબૂર

હાલ ગુજરાતમાં પાણીની ગંભીર કટોકટી છે. રાજ્યમાં પાણીની તંગી હોવાની સાથે સાથે મોટા ભાગના વિસ્તારોમાં લોકો દૂષિત પાણી પીવા મજબૂર બની રહ્યા છે. ગ્રામ્ય વિસ્તારોને તો છોડો ’સ્માર્ટ સિટી’ બનવા જઈ રહેલા અમદાવાદના અનેક વિસ્તારોમાં પણ લોકો દૂષિત પાણી પીવા મજબૂર બની રહ્યા છે. જેને કારણે હજારો લોકો બીમારીને આમંત્રણ આપી રહ્યા છે. તાજેતરમાં એએમસી દ્વારા ગત તા.૩ એપ્રિલ, ૨૦૧૮થી તા. ૨ મે, ૨૦૧૮ સુધીના પાણીના ‘અનફિટ’નમૂનાનો સત્તાવાર રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં શહેરના ૨૧૪ સ્થળે પીવા માટે દૂષિત પાણી મળી રહ્યું હોવાની વાત સામે આવી છે.

ખાસ કરીને પૂર્વ વિસ્તારમાં આ સમસ્યા ભારે વિકટ બની છે. માત્ર એટલું જ નહિં ચાલુ મહિનાના પ્રથમ પાંચ દિવસમાં પાણીજન્ય રોગોના ૨૨૩ કેસિસ નોંધાયા છે. શહેરમાં આડેધડ રીતે ગેરકાયદે બાંધકામો થઇ રહ્યા છે, જેને કારણે નળ (પાણી)અને ગટરનાં જોડાણની સંખ્યામાં બેહદ વધારો થયો છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશોની વહીવટી અણઆવડત કે ભયના અભાવે કેટલાક તત્ત્વો દ્વારા ગેરકાયદેસર નળ અને ગટરનાં જોડાણ આપવામાં આવી રહ્યા છે. આ પ્રકારના ગેરકાયદેસર નળ-ગટરના જોડાણોના લીધે પ્રદૂષિત પાણીની સમસ્યા વકરી છે. એઅમસીના વહીવટી તંત્રના સત્તાવાર અહેવાલમાં જણાવ્યા મુજબ ગત એક મહિનામાં ૨૧૪ સ્થળે અમદાવાદ શહેરના કુલ ૪૮ વોર્ડ પૈકી ઠક્કરબાપા નગર, લાંભા, વટવા, નવા વાડજ, ખાડિયા, મણીનગર, શાહપુર, ગોમતીપુર, ઇન્ડિયા કોલોની, રામોલ-હાથીજણ અને સરસપુર વોર્ડના લોકો પીવાના પ્રદૂષિત પાણીથી પરેશાન છે.