Narmada Damમાં પાણીનું સ્તર ઘટતા ખેડૂતોને નહિ મળે સિંચાઈ માટે પાણી

Narmada Damમાં પાણીનું સ્તર ઘટતા ખેડૂતોને નહિ મળે સિંચાઈ માટે પાણી
Water supply will be stopped in IBPT Canals from Narmada Dam

Narmada Damમાં પાણીનું સ્તર ઘટતા ખેડૂતોને નહિ મળે સિંચાઈ માટે પાણી

નર્મદા: હજુ ઉનાળાની માંડ શરૂઆત થઇ છે ત્યાં ખેડૂતો સહીત સામાન્ય જનતા માટે પાણીની સમસ્યા ઉભી થઇ છે. હજુ બે દિવસ પહેલા જ સૌરાષ્ટ્ર માટે Narmada Dam ના પાણી છોડવામાં આવ્યા હતા. જે રાજકોટ પહોંચતા ખેડૂતો ઘણા હરખાયા હતા. પરંતુ હવે ખેડૂતો માટે માઠા સમાચાર આવ્યા છે.

Narmada Dam માંથી છોડાતું પાણી ટૂંક સમયમાં બંધ કરી દેવામાં આવશે. Narmada Damના જળસ્તરમાં થઇ રહેલા સતત ઘટાડાને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.

મળતી માહિતી મુજબ, હાલમાં ડેમની જળસપાટી 105.81 મીટર છે. જોકે, સતત ઘટતા જળસ્તરને કારણે આવતીકાલથી નર્મદા ડેમ માંથી છોડતું પાણી બંધ કરવામાં આવશે.

તો સાથે સાથે, IBPT ટનલ માંથી પણ પાણીનો ઘટાડો કરવામાં આવ્યો છે. હાલ, IBPT ટનલમાંથી 9500 ક્યુસેક પાણી છોડાયું છે. તો વધુમાં, ર્મદા નદીમાં ગોડબોલે ગેટમાંથી 500 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે.

જો ડેમમાં પાણીની આવક અને જાવક અંગે વાત કરીએ તો ડેમમાં પાણીની આવક 2574 ક્યુસેક છે. જયારે, નર્મદા કેનાલમાં 9000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.

જ્યાં એક તરફ, રાજ્યના ઘણા વિસ્તારોમાં ઉનાળા દરમ્યાન પાણીની સમસ્યા ઉભી થતી હોય છે ત્યાં બીજી તરફ આ વખતે ઉનાળો શરૂ થાય તે પહેલા જ રાજ્યના ઘણા વિસ્તારોમાં પાણીની સમસ્યા જોવા મળી છે. એવામાં નર્મદા ડેમમાં ઘટતું પાણીનું સ્તર અને નર્મદા કેનાલમાં છોડાતા પાણીમાં કરવામાં આવનાર ઘટાડો ચોક્કસ રાજ્યના ખેડૂતોને પરેશાન કરી શકે છે.