શું રણબીરના કારણે આલિયા-કેટરીનાની ફ્રેન્શીપમાં આવી ગઈ છે દરાર?

શું રણબીરના કારણે આલિયા-કેટરીનાની ફ્રેન્શીપમાં આવી ગઈ છે દરાર?
શું રણબીરના કારણે આલિયા-કેટરીનાની ફ્રેન્શીપમાં આવી ગઈ છે દરાર?

શું રણબીરના કારણે આલિયા-કેટરીનાની ફ્રેન્શીપમાં આવી ગઈ છે દરાર?

એક સમય હતો જ્યારે આલિયા ભટ્ટ અને કેટરીના કૈફ ખૂબ સારા ફ્રેન્ડ્ઝ હતાં. બંને સાથે જિમ જતાં હતાં પણ હવે બંનેના સંબંધો ખૂબ જ બદલાઈ ગયા છે, જેનું કારણ છે રણબીર કપુર. બોલિવૂડમાં આલિયા અને રણબીરના અફેરની ખૂબ ચર્ચા થઈ રહી છે. આલિયા અને રણબીર પણ તેમના રિલેશનને કબૂલી ચૂક્યા છે.

ઉલ્લેખનીય છે કે કેટરીના રણબીરની એક્સ ગર્લફ્રેન્ડ રહી ચૂકી છે. આવામાં આલિયા-કેટરીના વચ્ચે અંતર વધવું સહજ છે. રિપોર્ટ્સ અનુસાર સોનમ કપૂરના મેરેજ રિસેપ્શનમાં ભલે આલિયા-રણબીરે સાથે એન્ટ્રી કરી હતી પણ ત્યારે તેમણે પોતાના અફેરની વાતને કબૂલી નહોતી. કદાચ એ કારણે જ આલિયા અને કેટરીના વચ્ચે વૉર્મનેસ જોવા મળી હતી.

કહેવાઈ રહ્યું કે, જ્યારથી આલિયા-રણબીરે તેમના રિલેશનને જાહેર કર્યું છે ત્યારથી કેટ આલિયાથી થોડી ચિડાઈ ગઈ છે. સોનમના લગ્ન અને રિસેપ્શન બાદ આલિયા અને કેટ ઘણી જગ્યાએ સાથે દેખાયાં પણ કેટે આલિયા સાથે વાત કરવાની પણ તસ્દી લીધી નહી.

જ્યારે આલિયા કેટને મનાવવાની ભરપૂર ટ્રાઈ કરી રહી છે. હવે જોવાનું એ રહેશે કે, તે કેટને મનાવી શકે કે પછી પ્રેમ અને દોસ્તીની જંગમાં દોસ્તીનો ભોગ લેવાઈ જશે?