શાસક અને વિરોધ પક્ષ બંન્ને નબળા હોય ત્યારે પ્રજાએ તેની કિમંત ચુકવવી પડે છે.

શાસક અને વિરોધ પક્ષ બંન્ને નબળા હોય ત્યારે પ્રજાએ તેની કિમંત ચુકવવી પડે છે.

શાસક અને વિરોધ પક્ષ બંન્ને નબળા હોય ત્યારે પ્રજાએ તેની કિમંત ચુકવવી પડે છે.

પ્રશાંત દયાળ : નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા અને તેઓ વડાપ્રધાન થયા ત્યાર બાદ ગુજરાતની ખાલી પડેલી મુખ્યમંત્રીની ગાદી ઉપર આનંદીબહેન પટેલ બેઠા હતા, આનંદીબહેન પટેલના વ્યવહારની કેટલીક મર્યાદાઓ હતી, પણ તેમની વહિવટી તંત્ર ઉપર ખાસ્સી પકડ હતી, પરંતુ અમીત શાહ એન્ડ મંડળીએ આનંદીબહેન પટેલના શાસનમાં ભાજપનો ગ્રાફ નીચે જઈ રહ્યો છે તેવી કાગારોળ કરતા આનંદીબહેન પટેલને હટાવી, વિજય રૂપાણીને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા, વિજય રૂપાણી મુખ્યમંત્રી થયા પછી પણ તેમને સતત એવુ લાગ્યા કરતુ હતું તેમને મુખ્યમંત્રીની ખુરશી અમીત શાહની મહેરબાનીથી મળી છે, જેના કારણે રાજા તરીકેનો અધિકાર તેમની અંદર કયારેય આવ્યો જ નહીં.

ગત સરકાર તો વિજય રૂપાણીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નહીં પણ રાજકોટના મેયર હોય તે રીતે જ ચલાવી હતી, ત્યારે વિજય રૂપાણી નવા હતા,તેવા એક બહાનાની તક તેમને આપી શકાય તેમ છે, પણ બીજી વખત મુખ્યમંત્રી થયા પછી તે પોતે સરકાર છે તેવુ સ્વાનુભવ પણ તેમને થતો નથી, જયારે રાજાને રાજા હોવાનો અહેસાસ થાય નહીં ત્યારે પ્રજાને તેનો અધિકાર મળતો નથી, કારણ નીંભર તંત્ર ચલાવતા અધિકારીઓને કાયમ દંડનો જ ડર લાગે છે, હાલમાં આપણે કામ નહીં કરીએ અથવા ખોટુ કામ કરીશુ તો સરકાર આપણો કાન પકડશે તેવો ડર રાજયના કોઈ પણ અધિકારીને નથી.હમણાં સરકાર હોય તો પણ શુ અને ના હોય તો પણ શુ તેવી દશામાં ગુજરાતનું તંત્ર ચાલી રહ્યુ છે. ગુજરાત વિધાનસભાની પહેલી હરોળમાં બેસતા મંત્રીઓમાં નિતીન પટેલ અને ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને કૌશીક પટેલને બાદ કરતા અન્ય મંત્રીઓને ભાગ્યે જ પોતાના વિભાગની કાર્ય પધ્ધતિની પણ ખબર હશે, જેના કારણે અધિકારીઓનું રાજ શરૂ થયુ છે.

રાજ સત્તાનો ડર નહીં હોવાને કારણે સ્થાનિક કક્ષાએ સરપંચ, તાલુકા અને જિલ્લા પંચાયતના પ્રમુખ, કોર્પોરેટર અને ધારાસભ્યથી લઈ સંસદ સભ્યોનું પણ હવે અધિકારીઓ સાંભળતા નથી, અધિકારીઓને ખબર છે કે આ ચુંટાયેલા નેતાઓ પાણી વગરના અને રૂપાણી આપણુ કઈ બગાડી શકતા નથી, તેથી સામાન્ય કલાર્કથી લઈ કલેકટર અને ડીએસપી સુધીના અધિકારીઓ પોતાની મનમાની કરે છે, ચુંટાયેલા નેતાઓ પોતાની વ્યથા પ્રજાને પણ કહી શકતા નથી કે તંત્ર તેમનું સાંભળતુ નથી. જયારે વિરોધ પક્ષમાં હાલમાં નેતૃત્વ પરેશ ધાનાણી પાસે છે, પરેશ જુના ધારાસભ્ય છે,. તે માત્ર ધારાસભ્ય હતા ત્યારે તેમને દેખાલ શ્રેષ્ઠ હતો, પરંતુ હવે વિરોધ પક્ષના નેતા થયા પછી વિધાનસભા ગૃહમાં આવતા પહેલા પરેશ ધાનાણીએ હોમવર્ક કરવુ જોઈએ તેનો સંદતર અભાવ છે,

પરેશ વિધાનસભામાં પોતાની એટલે પ્રજાના પ્રશ્નને સ્પષ્ટ રીતે સરકાર સામે મુકવાને બદલે નૈતિક મુલ્યો ઉપર ઠોક-ઠોક કરે છે,. વિધાનસભામાં સરકારને ઘેરી કઈ રીતે પ્રજાનું કામ કરાવી શકાય તેની વ્યુહ રચના ઘડવામાં તેઓ નિષ્ફળ સાબીત થયા છે. પરેશ ધાનાણી બાજુની ખુરશી ઉપર શૈલેષ પરમાર બેસે છે, તેઓ પણ સિનિયર ધારાસભ્ય છે, પણ પરેશની નેતાગીરી તેમને મંજુર નહીં હોવાનું સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. શેલેષ પરમારનું ધ્યાન સતત જીજ્ઞેશ મેવાણી તરફ હોય છે જીજ્ઞેશ તેના કરતા સાવ જુનિયર હોવાને છતાં વિધાનસભા ગૃહ સુધી પહોંચી ગયો છે તેનો રંજ છે, દલિત નેતાઓમાં શૈલેષ-નૌશાદ સૌંલકી અને જીજ્ઞેશ મેવાણીમાં કોણ મોટા નેતા બને તેની હરિફાઈ ચાલી રહી છે.

સરકારમાં નહીં હોવા છતાં કોંગ્રેસમાં આંતરીક દુશ્મનોની યાદી લાંબી છે. જેનો ભાજપ સારી રીતે ફાયદો લઈ જાય છે. પ્રજા ભાજપની નારાજ હતી તેના કારણે ભાજપની બેઠકો ઘટાડી કોંગ્રેસની બેઠકો વધારી આપી છે,. આમ છતાં હજી કોંગ્રેસના ઉપકારની કદર નથી, કોંગ્રેસ હાલની પોતાની બેઠકો કઈ રીતે વધે તેનો જરા પણ પ્રયાસ કરતી નથી, વિધાનસભા ગૃહમાં માત્ર દેકારો કરી, ગાળો બોલી, અને માઈકો તોડવાથી પ્રજાના પ્રશ્નો હલ થવાના નથી, 2019ની ચુંટણી સામે છે, કોંગ્રેસ ઉપર પ્રજાએ મુકેલા વિશ્વાસ ઉપર પ્રજાએ હજી પાસનો સીક્કો માર્યો નથી, પણ શાસક અને વિરોક્ષ પક્ષ બંન્ને નબળા સાબીત થાય ત્યારે સૌથી વધુ કિમંત પ્રજા ચુકવતી હોય છે.