ગુજરાતના સિનિયર IPS પણ જેને કઈ કહી શકતા નથી તે નવીન કોણ છે.

ગુજરાતના સિનિયર IPS પણ જેને કઈ કહી શકતા નથી તે નવીન કોણ છે.

ગુજરાતના સિનિયર IPS પણ જેને કઈ કહી શકતા નથી તે નવીન કોણ છે.

અમદાવાદ

સોલામાં થયેલી કથીત લઠ્ઠાકાંડ બાદ પોલીસ સફાળી જાગી હતી, થોડા દિવસ પહેલા ક્રાઈમ બ્રાન્ચે સોલામાંથી જ એક જુગારનો અડ્ડો પકડી પાડયો હતો, અમદાવાદના સિનિયર પોલીસ અધિકારીઓનો દાવો છે કે તેમણે અમદાવાદના તમામ અડ્ડાઓ બંધ કરાવી દીધા છે.પરંતુ અમદાવાદ પોલીસમાં ફરી વહિવટદાર રાજ શરૂ થઈ ગયુ છે જેના પરિણાને પોલીસ ઈન્સપેકટર તો ઠીક પણ સિનિયર આઈપીએસ અધિકારીઓ પણ નવીન નામના વહિવટદારનું કહ્યુ માને છે.

અત્યંત વૈભવી જીંદગી જીવતા નવીન નામના વહિવટદારને અમદાવાદના જ નહીં પણ ડીજીપી ઓફિસ સુધીના સિનિયર આઈપીએસ અધિકારીઓ સાથે ઘરોબો છે, તે ધારે તે પોલીસ ઈન્સપેકટરની બદલી પણ કરાવી શકે છે, પોલીસ ઈન્સપેકટર દારૂ જુગાર જેવી ધંધાઓ ચલાવવા ના માગે તો પણ તેઓ નવીનને રોકી શખતા નથી. સોલામાં લાંબા સમયથી ચાલી રહેલા આ ધંધાઓ પાછળ નવીન જ કારણભુત હોવાનું જાણવા મળ્યુ છે. નવીનને પોલીસ અધિકારીઓ સાથે ગુજરાતના મોટા જુગારના અડ્ડાઓના માલિક સાથે પણ એટલી જ નીકટતા છે.

નવીનની હિમંત પણ એટલી છે કે અમદાવાદ પોલીસ કમિશનર ઓફિસ પાછળ નવીનની રજા બાદ જ દેશી દારૂનો અડ્ડો શરૂ થયો હતો થોડા વર્ષો પહેલા જયારે ગુજરાતમાં શ્રાવણીયા જુગાનના મુદ્દે પોલીસે કડક વલણ અખત્યાર કરતા નવીને જુગારીઓને બેગ્લોરમાં જુગાર રમવાની વ્યવસ્થા કરી આપી હતી, આમ નવીન ખેલીઓ અને જુગારીઓ વચ્ચે સંકલન કરવાનું પણ કામ કરે છે, અગાઉ નવીનની અમદાવાદ બહાર બહાર પણ બદલી કરવામાં આવી હતી પણ ડીજીપી ઓફિસ સાથે પણ ઘરોબો હોવાને કારણે નવીન પાછો અમદાવાદ આવી ગયો હતો.