પોતાને દેશપ્રેમી ગણાવતા D G Vanzara નરેન્દ્ર મોદીના નામનો ખોટો ઉપયોગ કેમ કરે છે?

પોતાને દેશપ્રેમી ગણાવતા D G Vanzara નરેન્દ્ર મોદીના નામનો ખોટો ઉપયોગ કેમ કરે છે?
why D G Vanzara using PM modis name in ishrat jahan case

પોતાને દેશપ્રેમી ગણાવતા D G Vanzara નરેન્દ્ર મોદીના નામનો ખોટો ઉપયોગ કેમ કરે છે?

અમદાવાદ: 2002થી ગુજરાતમાં શરૂ થયેલા બનાવટી એન્કાઉન્ટરનો સીલસીલો 2006 સુધી ચાલ્યો હતો. ગુંડાઓ મવાલીઓને પકડી અને જેને કોઈ પણ સામાન્ય ગુનાઓ સાથે પણ સંબંધ ન હોય તેવા નિર્દોષ લોકોને મારી દેશપ્રેમી તરીકેની છાપ ઉભી કરનાર ગુજરાતના પુર્વ આઈપીએસ અધિકારી D G Vanzara એ ઈશરત એન્કાઉન્ટર કેસમાં કરેલી ડીસ્ચાર્જ અરજીમાં ઈરાદાપુર્વક નરેન્દ્ર મોદીના નામનો ઉલ્લેખ કર્યો છે. જો કે એક પણ એનકાઉન્ટર કેસમાં કયારે ગુજરાત પોલીસ અને સીબીઆઈ દ્વારા નરેન્દ્ર મોદીને સમન્સ પણ મોકલવામાં આવ્યુ નથી અને કોઈ એજન્સીએ પુછપરછ પણ કરી નથી.

ઈશરત એન્કાઉન્ટર કેસમાં ગુજરાતના પુર્વ ડીજીપી પી પી પાંડેયની ડીસચાર્જ અરજી મંજુર થયા બાદ D G Vanzara એ પણ અમદાવાદ સીબીઆઈ કોર્ટમાં ડીસ્ચાર્જ અરજી કરી છે. તેમાં તેમણે એક ફકરામાં નરેન્દ્ર મોદીનો ઉલ્લેખ કરતા જણાવ્યુ છે કે ઈશરતની તપાસ કેસ એક રાજકીય ઘટના હતી. આ કેસમાં સીબીઆઈ દ્વારા તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની પણ પુછપરછ કરવામાં આવી હતી. જો કે, નરેન્દ્ર મોદીનું નિવેદન સીબીઆઈ દ્વારા ચાર્જશીટમાં મુકવામાં આવ્યુ નથી.

ઈશરત કેસમાં જે પોલીસ અધિકારીઓ સાક્ષી થઈ ગયા છે, તેમના નિવેદન પ્રમાણે તેઓ જયારે ઈશરતને મારવી જોઈએ નહીં તેવુ રજુઆત કરવા D G Vanzara પાસે ગયા ત્યારે વણઝારાએ મારે કાળી દાઢી(અમીત શાહ) અને સફેદ દાઢી (નરેન્દ્ર મોદી) ગઈ સાથે વાત થઈ છે તેવુ જણાવ્યુ હતું. જો કે સીબીઆઈ સામે આપેલા આ નિવેદન પછી સીબીઆઈને વણઝારા સાચુ બોલે છે અને એન્કાઉન્ટર અંગે અમીત શાહ અને નરેન્દ્ર મોદી જાણતા હતા તેવા કોઈ પુરાવા ત્યારે મળ્યા ન્હોતા. રાજયના પોલીસ અધિકારીઓ સીધા અમીત શાહના તાબામાં કામ કરતા હતા.

જો સીઆઈઆઈ કોઈની પુછપરછ કરવા માગતી હોત તો સૌથી પહેલા અમીત શાહની પુછપરછ કરી હોત કારણ અમીત શાહ ત્યારે ગૃહરાજય મંત્રી હતા. સામાન્ય તર્ક પ્રમાણે સીબીઆઈ ગૃહમંત્રીની પુછપરછ કર્યા વગર સીધી મુખ્યમંત્રીની પુછપરછ કરે તે વાત સાચી નથી. સીબીઆઈ દ્વારા જેટલી પણ એન્કાઉટરની તપાસ કરવામાં આવી તે વાત જાહેર થયેલી છે. પણ સીબીઆઈ દ્વારા પણ કયારેય નરેન્દ્ર મોદીનું નિવેદન લીધુ હોવાની જાહેરાત કરી નથી. પરંતુ, D G Vanzara માની રહ્યા છે કે જો તે પોતાની ડીસચાર્જ અરજીમાં નરેન્દ્ર મોદીનું નામ સામેલ કરશે તો તેમની ઈશરત કેસમાંથી છુટકારો મળશે. પરંતુ, અમદાવાદ સીબીઆઈ કોર્ટ દ્વારા આ પુરાવો માનવાનો ઈન્કાર કરી દેવામાં આવ્યો.

સીબીઆઈ કોર્ટ દ્વારા D G Vanzara એ પોતાની ડીસચાર્જ અરજીમાં નરેન્દ્ર મોદીના નામનો ઉલ્લેખ કરવા સહિત તેમને ડીસચાર્જ કેમ કરવા જોઈએ તેના કારણો આપ્યા છે તે અંગે સીબીઆઈને પોતાનો પક્ષ રજુ કરવા કોર્ટે જણાવ્યુ છે.