બોલો વિકાસશીલ ગુજરાતમાં પોલીસને રોજ પંદર કલાક નોકરી કેમ કરવી પડે છે તેનું કારણ આ છે

બોલો વિકાસશીલ ગુજરાતમાં પોલીસને રોજ પંદર કલાક નોકરી કેમ કરવી પડે છે તેનું કારણ આ છે
Gujarat Police

બોલો વિકાસશીલ ગુજરાતમાં પોલીસને રોજ પંદર કલાક નોકરી કેમ કરવી પડે છે તેનું કારણ આ છે

અમદાવાદ: એક તરફ ગુજરાત પોલીસ કાયદો અને વ્યવસ્થાના નામે બણગાં ફૂંકે છે જ્યારે ગુજરાતમાં પોલીસ ઇન્સ્પેક્ટરથી લઈ કોન્સ્ટેબલ રોજ પંદર કલાક નોકરી કરે છે. બીજી તરફ ગુજરાત સરકાર કેટલા લોકોને નોકરી આપી તેના દાવા કરે છે પણ માહિતી અધિકારમાં મળેલી માહિતી પ્રમાણે દાવા કેટલા ખોટા છે તેનો આ પુરાવો છે.

તખ્તસિંહ રાઠોડાએ કરેલી અરજીમાં આપેલી માહીતી પ્રમાણે ગુજરાતમાં 2388 પીએસઆઈ છે પણ હજી 845 પીએસઈની ઘટ છે.જ્યારે 8135 આઈએસઆઈ છે પણ હજી 1386ની ઘટ છે હેડ કોન્સ્ટેબલ 12678 છે તો પણ 3348 ઓછા છે જ્યારે કોન્સ્ટેબલ 44384 હોવા છતાં 10915 કોન્સ્ટેબલની ભરતી બાકી છે.

આમ અંદાજે પંદર હજાર પોલીસની ઘટ હોવા છતાં પોલીસ પાસે શ્રેષ્ટ કામની અપેક્ષા રાખવામાં આવે છે.