મહિલાની ટ્રાફિક પોલીસ સાથે ઝપાઝપ

મહિલાની ટ્રાફિક પોલીસ સાથે ઝપાઝપ

મહિલાની ટ્રાફિક પોલીસ સાથે ઝપાઝપ

સિટીલાઈટ વિસ્તારમાં એક મહિલાની ટ્રાફિક પોલીસ સાથે ઝપાઝપી થઈ હોવાનો વીડિયો સામે આવ્યો છે. ટ્રાફિક પોલીસ સાથે ઝપાઝપીને લઈને ભીડ એકઠી થઈ ગઈ હતી. દરમિયાન લોકોએ મહિલાની દાદાગીરીનો વીડિયો ઉતારી લેવામાં આવ્યો હતો.

સિટીલાઈટ વિસ્તારમાં અણુવ્રત દ્વાર સામે આવેલા બ્રિજ નીચે એક મહિલાની ટ્રાફિક પોલીસ સાથે ઝપાઝપી સર્જાઈ હતી. અંદાજે ૧૦થી ૧૫ મિનિટ ચાલેલી આ ઝપાઝપી જોવા માટે મોટી સંખ્યામાં લોકો એકઠાં થઈ ગયા હતા. જેમાં લોકોએ આ ઝપાઝપીનો વીડિયો ઉતારી લીધો હતો. રાહદારીઓના જણાવ્યા અનુસાર, ટ્રાફિક પોલીસ દ્વારા મહિલા પાસે લાયસન્સ અને કારના ડોક્યુમેન્ટ માગતા વાત વણસી હતી. જેને લઈને મહિલા અને અન્ય એક વ્યક્તિની ટ્રાફિક પોલીસ સાથે બબાલ થઈ હતી.જોકે, ત્યારબાદ મામલો થાળે પડી ગયો હતો.