મારી પાસે અણુશક્તિ છે

મારી પાસે અણુશક્તિ છે

મારી પાસે અણુશક્તિ છે

એક વખત ભાભા અણુ સંશોધન કેન્દ્ર (Atomic Research Centre)ની મુલાકાત અને વૈજ્ઞાનિકો તથા કર્મચારીઓને
સંબોધિત કરવાનો કાર્યક્રમ ગોઠવાયો. કેન્દ્રના નિયામક ડૉ. રાજા રામણ્ણા તેમની સાથે
હતા. કેન્દ્રના કર્મચારીઓ સમક્ષ વડાપ્રધાનનું ભાષણ થવાનું હતું. ભાષણની તૈયારીઓ
ચાલુ હતી ત્યારે ઈન્દિરાજીના અંગત તબીબ ડૉ. કે.પી. માથુર અને રાજા રામણ્ણા એક
ખૂણામાં વાત કરતા બેઠા હતા. વાતવાતમાં ડૉ. રામણ્ણાએ ડૉ. માથુરને પૂછ્યું, “ડોક્ટર,
મને કહો, તમને દિવસભર આટલું કામ કરવાની અને સર્વત્ર જવાની આટલી ઉર્જા ક્યાંથી મળે
છે?” ડૉ. માથુરે કહ્યું “કેવળ ઈચ્છાશક્તિના બળે!”

ઇન્દિરાજીએ આ બંનેને વાત કરતા જોયા હતા. ભાષણ પહેલા
સાહજિક જ ડૉ. માથુરને પૂછ્યું, “તમે અને ડૉ. રામણ્ણા કયા વિષયની ચર્ચા કરી રહ્યા
હતા.” ડૉ. માથુરે કહ્યું “દિવસભર આપ આટલું કામ કેવી રીતે કરી શકો છો.” એ અંગે અમે
વાત કરતા હતા. ઇન્દિરાજીએ કહ્યું “તમે શું જવાબ આપ્યો?”

ભાષણ દરમ્યાન તેમણે આ સર્વ કહ્યું અને રામણ્ણાએ શું
પૂછ્યું તે પણ કહ્યું. તેમણે કહ્યું, “આનો મારો જવાબ છે. મારી પાસે અણુશક્તિ છે.
કેવળ મારી પાસે જ નહિ, પણ આપણા સહુકોઈમાં આ અણુઉર્જા છે. કેટલાક જણ તેનો વિધાયક
ઉપયોગ કરે છે અને કેટલાક તે વેડફી નાખે છે. તમારી અંદર રહેલી અણુઉર્જા તમારે
રાષ્ટ્રસેવા માટે વાપરવી જોઈએ એવી મારી તમને સલાહ છે. રાષ્ટ્ર તમારી પાસે ઘણી
અપેક્ષા રાખે છે.”