અત્યાર ના માં-બાપ પોતાના બાળકો માટે ખુબજ ચિંતિત….. શા માટે ? જાણો.

અત્યાર ના માં-બાપ પોતાના બાળકો માટે ખુબજ ચિંતિત….. શા માટે ? જાણો.

અત્યાર ના માં-બાપ પોતાના બાળકો માટે ખુબજ ચિંતિત….. શા માટે ? જાણો.

આ દેશ માં અત્યારે બેરોજગારી એટલી હદે વધી ગઈ છે જેના કારણે માં-બાપ ની ચિંતા ખુબજ વધી ગઈ છે.કારણકે ભણાવી ગણાવી પોતાના બાળકોને વકીલ, એન્જિનિયર કે સી.એ બનાવે પણ નોકરી માટે અત્યાર ના વલખા મારે છે.જ્યાર થી આ દેશમાં ભાજપ ની સરકાર આવી છે ત્યારથી આ દેશની આ ખરાબ હાલત જોવા મળી છે અને તમને કદાચ ખબર જ હશે કે હાલમાં ક્રાઇમ ના આંકડા પણ ખુબજ વધી ગયા છે જેનું કારણ આ બેકારી જ છે.

માં-બાપ પોતાના બાળકો માટે ખૂબ મહેનત કરી, પૈસા ખર્ચી ને યોગ્ય શિક્ષણ અપાવે છે અને અંતે આવી દશા જોઈને હાલમાં ખુબજ ડિપ્રેશનમાં આવી જતાં જોવા મળ્યા છે.આ સરકાર માં ઓળખીતાઓ ને જ નોકરી અપાય છે જેનું ઉદાહરણ હાલની રાજસ્થાનની સરકાર માં જોવા મળ્યું છે અને ત્યાં પણ બેકારી એ માઝા મૂકી છે.

ત્યાં પટાવાળા ની જગ્યા માટે જે યુવાનો એ અરજી કરી હતી તેમાં ૧૨૯ એન્જીનીયરો,૨૩ વકીલો,૩૯૩ પોસ્ટ ગ્રેજ્યુએટ, ચાર્ટડ એકાઉન્ટ, એમબીએ હતા. છતાં અંતે નોકરી તો લાગવગ થી ભાજપના ધારાસભ્યના દસમું ધોરણ ભણેલા પુત્રને જ મળી.તમે વિચારો કે ખાલી ૧૮ જગ્યા માટે ૧૨૪૫૩ અરજીઓ આવી હતી. આ અંદાજો જોતા આપના ગુજરાત સરકારનું પેટ માંથી પાણી પણ હલતું નથી.આપના દેશના ચોકીદાર સાહેબ કહે છે હું ખાતો નથી ખાવા દેતો નથી અને તેમના જ ધારાસભ્યો ખાતા માટે ઝગડે છે અને આડા ફાટયા છે.દિવસે દિવસે આ દેશની હાલત ખુબજ કથળતી જાય છે.

આ સરકારે ધર્મ અને જ્ઞાતિવાદ પર ઝઘડાઓ ચાલુ કરાવ્યા છે અને છતાં પણ ગુજરાતમાં આવા લોકોને સત્તા સોંપી છે.તમે જોશો તો વાલીઓ પરેશાન, ખેડૂતો પરેશાન, બેરોજગાર યુવાનો પરેશાન, વેપારીઓ પરેશાન અને ભ્રષ્ટાચાર સિવાય આ સરકારમાં કશું જ જોવા મળતું નથી. ૫૬ ઈચ ની છાતી વાળા ચોકીદાર સાહેબ રેડિયોઓ પર પોતાના મનની વાત સંભળાવે છે પરંતુ આ બેરોજગાર યુવાનોના માં-બાપના મન ની વાત પોતે ક્યારે સાંભળશે અને સમજશે….?