ઈન્સ્યુરન્સ કંપનીઓ તમારી પાસેથી ગાડીનો ઈન્સ્યુરન્સ લેવા માટે તમને આકર્ષક ઑફરો અને લાલચ આપી ઈન્સ્યુરન્સનું પ્રીમિયમ લઈ જાય છે પરંતુ હકીકતમાં જયારે તમે તમારી ગાડીનો કલેયઇમ લેવા માટે ઈન્સ્યુરન્સ કંપની પાસે જાઓ છો ત્યારે તેઓ કલેયઇમ આપવાની જગ્યા એ તેઓ નિયમો બતાવે છે જે હકીકતમાં પ્રીમિયમ લેતા પેહલા ગ્રાહકોને બતાવવા જોઈએ અને નિયમો ની સાચી હકીકત સમજાવવી જોઈએ.પરંતુ ઈન્સ્યુરન્સ કંપનીઓ પછી જરૂરી જે કલેયઇમ થતો હોય તે ગ્રાહકોને આપતા નથી.માટે ઈન્સ્યુરન્સ લેતા પહેલા તેમની પાસે થી તમને શું ફાયદાઓ અને કેવી રીતે કલેયઇમ મળશે તે લેખિત માં લઈ લેવું જોઈએ.
હાલમાં જ એક વ્યક્તિએ બજાજ એલિયાન્સ કંપનીમાં તેમની ગાડીના ઈન્સ્યુરન્સ માટે નંદા મોટર્સ માં તેમની એક્સિડન્ટ થયેલ ગાડી રિપેરિંગ માં મૂકી અને કલેયઇમ માટે ઈન્સ્યુરન્સ કંપની ના સર્વેયર જાણ કરી સર્વે માટે બોલાવ્યા અને હકીકતમાં જે કલેયઇમ મળવો જોઈએ તે આપવા ની ના પાડતા આ અંગે બોલાચાલી થઈ હતી અને નિયમો બતાવી કલેયઇમ આપવાની ના પાડી માટે આ હકીકત થી અમો અમારા માધ્યમ થકી આપને જાગૃત કરીએ છીએ.
કારણકે ગાડી નો જ્યારે એક્સિડેન્ટ થયો ત્યારે ગાડીની આગળ-પાછળ અને આજુબાજુ ના ભાગે નુકસાન થયેલ હોવા છતાં ઈન્સ્યુરન્સ કંપનીએ ખાલી આગળ ના ભાગનો જ તમને ઈન્સ્યુરન્સ કલેયઇમ મળશે અને બાકી નું નુકસાન તમારે ભોગવવું પડશે તેમ કહી છટકી ગયા. એટલે ઈન્સ્યુરન્સ કંપની ના આવા નખરા થી આખરે નુકસાન તો તમે જ ભોગવો છો.
એવી રીતે આ સેક્ટરમાં જ નહીં દરેક સેક્ટરમાં હવે લોકોએ જાગૃત રેહવા ની જરૂર છે આપડે હકીકતમાં નિયમો વાંચતા નથી માટે એમની પાસે વંચાવી લેખિતમાં લેવું જોઈએ અને સમજવું જોઈએ.છાપેલા ફોર્મ ની જગ્યાએ કંપની પાસે થી તેમના નિયમોની યાદી મોટા અક્ષરે થી બોલ્ડ કરેલી લેવી જોઈએ.કારણકે તમને એટલા ઝીણા અક્ષરે લખેલું ફોર્મ આપશે જે તમે વાંચી શકવાના નથી આ હકીકત તેઓ જાણે છે અને પછી તમને આ જ ફોર્મ બતાવીને છેતરે છે.